જય સચ્ચિદાનંદ મિત્રો!
જયારે પણ આપણી કોઈ ભૂલ થાય તો આપણે તરત જ માફી માંગી લઈએ છીએ અને ‘સોરી’ બોલીએ છીએ. દરેક ધર્મમાં માફી માંગવા ઉપર ખૂબ જ ભાર મુક્યો છે. પણ, કોઈ પાપ કર્મ કર્યું હોય તેને જડ-મૂળથી ધોવા માટે ‘પ્રતિક્રમણ’ કરવા પડે.
દાદાશ્રી કહે છે કે, બે પ્રકારના કાર્યો હોય:
ક્રમણ
એવાં કાર્યો જેનાથી બીજાને દુઃખ ન થતું હોય. આપણા રોજીંદા જીવનના કાર્યો જેમ કે સ્કૂલે જવું, બ્રશ કરવું, દોડવું, ખાવું અને ફ્રેન્ડઝ સાથે રમવું.
આ બધું ક્રમણ કહેવાય.
અતિક્રમણ (બીજાને મન વચન કે કાયાથી દુઃખ આપવું)
આપણે રમતા રમતા કોઈ ઝગડો થાય અને આપણે કહેલી રમત બીજાને ન રમવી હોય ત્યારે ગુસ્સામાં જેમ તેમ બોલીએ એને અતિક્રમણ કહેવાય.
‘ક્રમણ’ થાય ત્યાં સુધી વાંધો નહીં પણ અતિક્રમણ થવા લાગે ત્યારે આપણે પ્રતિક્રમણ કરીને પાછા ફરવું પડે.

માફી માંગવા માટે પ્રતિક્રમણ કેવી રીતે કરવાના?
જેને દુઃખ અપાયું હોય તેની અંદર બેઠેલા ભગવાનને કહેવાનું કે, “હે ભગવાન, મારાથી ભૂલ થઈ ગઈ છે તેની હું માફી માંગું છું. પસ્તાવો કરું છું. અને ફરી આવી ભૂલ નહીં કરું એવો નિશ્ચય કરું છું.”
તો દોસ્તો, હવેથી ભૂલ થાય ત્યારે તરત જ એને પ્રતિક્રમણથી એને ધોઈ નાખીશું જેથી ફરી આપણી ભૂલો થતી અટકશે.