મિત્રો, સુખ શોધવું એ આપણો સ્વભાવ છે. બધાં ને સુખ ગમે, બરાબર ને? સુખી થવાના કારણ બધાંના અલગ અલગ હોય છે. કોઈકને ફિલ્મ જોવામાં, સારું સારું ખાવામાં, સારા કપડા પહેરવામાં, તો કોઈકને મિત્રો સાથે રમવા જવામાં સુખ લાગે. બધાં જ લોકો કોઈક ને કોઈક રીતે સુખ મેળવવા ફરે છે. એમાં કંઈ ખોટું નથી, પણ એ ખુશી મેળવવાના પ્રયત્નમાં, જાણતા અજાણતા આપણે બીજાને દુઃખ આપી દેતા હોઈએ છે. ખુશીની શોધમાં, ક્યારેક આપણે એવું કરી નાંખીએ જેનાથી આપણી આજુ બાજુવાળાને દુઃખ થઈ જાય. આવો, આપણે જોઈએ કે કેવી રીતે દુઃખ અપાઈ જાય છે અને એના પરિણામ શું આવે.....

ક્યારેક એવું બની જાય કે ગમે તેટલું ધ્યાન રાખવા છતાં બીજાને દુઃખ થઈ જ જાય. ત્યારે એક એકદમ સહેલો રસ્તો છે....
જેને આપણાંથી દુઃખ થઈ ગયું હોય તેની અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગી લેવાની.
“હે અંતર્યામી પરમાત્મા, તમને મારાથી દુઃખ થયું તે માટે મને માફ કરજો અને ફરી કોઈને પણ દુઃખ ના આપું એવી શક્તિ આપો.”
મિત્રો, તમને ખબર છે કે, બીજાને દુઃખ આપ્યા વગર પણ સુખી થવાના રસ્તા કયા છે! બીજાને સુખ આપીને !! હા દોસ્તો, વિચારો ... કેટલું અદ્ભુત હોત કે જો આપણે આપણાં બધાં જ ફ્રેન્ડસ સાથે રમીએ, આપણી વસ્તુઓ બીજાને પણ આપીએ, મમ્મી-પપ્પાનું માનીએ, અને આપણાં ટીચરનો વિનય કરીએ! બીજાને સુખ આપવામાં સૌથી પહેલા આપણે જ સુખી થઈ જઈએ. જ્યારે આપણે બીજાને સુખ આપીએ ત્યારે આપણે સરસ ભણી શકીએ, આપણાં મમ્મી-પપ્પા અને મિત્રોનો પ્રેમ મળે, અને ભગવાનના આશીર્વાદ પણ આપણને મળે.
તો કહો હવે, તમે કેવું સુખ પસંદ કરશો? બીજાને દુઃખી કરીને મેળવેલું કે બીજાને સુખ આપીને મળે તે ?
Also watch the video- Happiness