પ્રમાણિકતા

ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિમાં ફસાઈ જવાય, કે જ્યાં આપણને એમ જ લાગે કે જુઠું બોલીશું તો જલ્દી ઉકેલ આવી જશે. તમે ક્યારેય એવી રીતે ફસાયા છો? પ્રશ્ન એ થાય કે જુઠું ન બોલવું એ જ પ્રામાણિકતા છે ? કે પછી બીજું પણ કંઈ ? આવો, આપણે પ્રામાણિકતાના અર્થ અને અપ્રામાણિકતાના પરિણામો વિશે જાણીએ.

શબ્દકોશ ખોલીને શોધશો તો ‘પ્રામાણિકતા’નો અર્થ એવો મળશે કે, “કપટ અને છલ રહિત હોવું”. એનો એવો પણ અર્થ થાય કે ‘સાચાબોલા, નિષ્ઠાવાન અને નિખાલસ હોવું.’

દાદાજી કહે છે કે,

·        પ્રામાણિકતા એ સૌથી મોટો ધર્મ છે.

·        પ્રામાણિકતા એટલે જે આપણું નથી એવી કોઈ પણ ચીજ આપણાં ઘરમાં ન આવે, જે આપણાં હક્કનું છે તેને માણવાનો અધિકાર છે.

·        જ્યારે આપણે આપણી કોઈ વસ્તુ બીજાને આપીએ, તો એને ‘દેવ ધર્મ’ કહેવાય. પણ, માનવતા એટલે કે જે હક્કથી આપણું નથી, તે ન લેવું.

દાદાશ્રી કહે છે કે, અપ્રામાણિકતા કરી હોય તેનો ઉપાય છે, માટે નિરાશ નહીં થતા !

·        જ્યારે પ્રામાણિકતા રાખવાની તકલીફ પડે, ત્યારે અપ્રામાણિક વર્તન કર્યા હોય તેના દિલથી પસ્તાવા સાથે માફી માંગવાની.

·        જ્યારે તમારે મજબૂરીમાં અપ્રમાણિક થવું પડયું હોય, ત્યારે તમારા ઈષ્ટદેવ પાસે આવી રીતે કબૂલ કરવું કે, “હે પ્રભુ ! મારી ભૂલ માટે હું માફી માંગુ છું, મને ફરી આવી ભૂલો ન કરવાની શક્તિ આપો.”

આવો આપણે બધાં પ્રામાણિકતા કેળવવાનો નિશ્ચય કરીએ અને નીડર બની જીવીએ !

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...