વિનય

ફ્રેન્ડઝ, આપણે સૌએ પેલી કહેવત તો સાંભળી જ છે ને, “નમે તે સૌને ગમે.”ઝાડ પર જ્યારે ફળ આવે ત્યારે એની ડાળીનું શું થાય છે ? એ સીધી રહે છે કે ઝૂકી જાય છે ?

ઝાડ પર જ્યારે ફળ આવે ત્યારે એની ડાળીનું શું થાય છે ? એ સીધી રહે છે કે ઝૂકી જાય છે ? ઉદાહરણ તરીકે, આંબાના ઝાડ પર જ્યારે કેરીઓ આવે ત્યારે એની ડાળીઓ ઝૂકવા લાગે છે. એવી જ રીતે જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ આપણામાં વિનયનો ગુણ પ્રગટ થાય છે.

  • વિનય એટલે શું?

1) વિનય એટલે જયારે તમે વડીલો સાથે વાતચીત કરો ત્યારે નમ્રતાથી વર્તો અને ઉધ્ધતાઈથી એમને સામા જવાબ ના આપો.

2) વિનય એટલે નાના કે મોટા સૌની સામે પોતાના અહંકારને નાનો રાખવો. "હું કંઈક છું" અથવા "હું બીજા કરતા વિશેષ જાણું છું" એવા કોઇપણ જાતના ભાવ ઊભા ના થવા.

  •  

    આપણે વિનયી / વિનમ્ર શા માટે થવું જોઈએ?

    હવે પ્રશ્ન એ છે કે મારે વિનયી શા માટે થવું જોઈએ? તો ચાલો, જાણીએ વિનયી થવાના ફાયદાઓ :

  • 1)  નમ્રતા રાખવાથી આપણને સામેની વ્યક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

    2)  નમ્ર રહેવાથી જીવન સુખમય બને છે.

    3)  વિનયી વ્યક્તિ બધામાં લોકપ્રિય થાય છે અને તેને બધાની સાથે એકતા અનુભવાય છે.

    4)  વિનયી વ્યક્તિ અપમાન કે નુકશાનના સંજોગોમાં સામો પ્રતિકાર કરવાના બદલે શાંત રહે છે અને સભ્યતાથી વર્તન કરે છે.

    5)  જેટલી નમ્રતા વધારે એટલી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ વધારે.

આપણા બધાની સામે પરમ વિનયનું એક ઉત્તમ ઉદાહરણ છે - પૂજ્યશ્રી. ચાલો સમજીએ, સાચા અર્થમાં વિનયી હોવું કોને કહેવાય ?

પૂજ્યશ્રી કન્સલ્ટીંગનું કામ કરતા હતા એ સમયે જયારે કોઈ મશીન બગડે ત્યારે એ કંપનીના માલિક કે ચીફ એન્જીનીયર એમને જે – જે પ્રશ્નો પૂછતા તે બધાનો તેઓ વિનયથી જવાબ આપતા. તેઓ એવું પણ માનતા કે જે કારીગર મશીન સાથે વધારે સમય કામ કરે છે એને મશીન વિશે પોતાના કરતા વધારે જાણકારી છે. તેથી મશીન રીપેર કરતી વખતે પૂજ્યશ્રી કારીગરને પોતાનો ગુરુ માનતા અને પોતે એનો શિષ્ય બની જતા. પૂજ્યશ્રી કહે છે કે જો આપણે પોઝીટીવ જોઈએ તો આપણામાં વિનય ઉત્પન્ન થાય અને આપણા શબ્દોની સામા પર પોઝીટીવ અસર પડે.

વિનમ્રતાનો ગુણ કેવી રીતે ખીલવી શકાય?

1) જો કોઈ વ્યક્તિ સરળ, નમ્ર અને અહંકાર વગરની હોય તો આપણે તેના આવા ગુણોની પ્રશંસા કરવી જોઈએ. આવું કરવાથી આપણામાં પણ એ ગુણો પ્રગટ થાય.

2) વિનયી વ્યક્તિઓને જોવાથી વિનય ઉત્પન્ન થાય છે. જ્ઞાનીના વિનયને જોઈને આપણે પણ તેમના જેવા થઈ શકીએ છીએ.