
શિવ ભગવાનના ઘણા બધાં નામો છે – ભોલે નાથ, મહાદેવજી વિગેરે. હિમાલયમાં પોતાના પત્ની ‘પાર્વતી દેવી’ અને પુત્રો કાર્તિકેય અને ગણેશજી સાથે રહેનારા ભગવાન તરીકે જ આપણે તેમને ઓળખતા હોઈશું. તેમને ‘નીલકંઠ’ એટલે કે નીલા રંગના કંઠવાળા – તરીકે પણ ઓળખાય છે, કારણકે એમણે (સમુદ્ર મંથન વખતે) એમને આપેલા બધાં જ ઝેર પી લીધા હતા. ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એમાં મહેશ એટલે કે શિવ એ વિસર્જક છે.
દાદાજી શિવ સ્વરૂપ વિશે શું કહે છે, ખબર છે?
દાદાજી કહે છે કે, ખરેખર તો જે પણ વ્યક્તિનો અહંકાર ખલાસ થઈ ગયો હોય, તે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા હોય અને તેને જ ‘શિવ સ્વરૂપ’ કહેવાય.
હવેથી જ્યારે પણ તમે શિવ ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ, ત્યારે યાદ રાખજો કે તમે ખરેખર એવાં બધાં જ લોકોને નમસ્કાર કરો છો, જેમણે પોતાના અહંકાર પર વિજય મેળવી મેળવ્યો છે અને આખા જગતના કલ્યાણનું નિમિત્ત બન્યા છે.
નીલકંઠનો સાચો અર્થ
નીલકંઠ એટલે કોઈ પણ એવી વ્યક્તિ જેણે લોકોના અપમાન રૂપી ઝેર સમતાથી પચાવીને, દુશ્મન કે વેરવીને પણ આશીર્વાદ જ આપ્યા હોય. એવાં વ્યક્તિ જ ‘શિવ’ બને.
આપણે ‘શિવ’ કે ‘નીલકંઠ’ બની શકીએ?
દાદાજી કહે છે કે, ‘શિવ’ થવું તો સહેલું છે. એવું નક્કી કરો કે “આજથી, કોઈ પણ મને નક્કામો, નબળો, કે ડ્ફ્ફોડ કહેશે, તો પણ હું એ બધાં જ અપમાન અને ટોણા સમતાથી સહન કરીશ. એટલે કે એમના માટે કોઈ ખરાબ ભાવ નહીં રાખું અને તેમને આશીર્વાદ આપીશ.”
તો મિત્રો, શું આપણે પણ આપણાં દોસ્ત અને પરિવારના અપમાન સહન કરીને શિવ સ્વરૂપ બનશું? આપણે એ બધાં જ અપમાન પ્રેમથી અને ઉપકારભાવ સાથે ખમીશું. પણ આવું કેવી રીતે કરશું? કઈ સમજણ રાખીશું?
એટલે, આ દુનિયાથી છુટવું હોય તો આપણે આપણાં ભાગે આવેલી બધી જ વસ્તુઓ સ્વીકારવી પડે, સારી હોય કે ખરાબ. આમ આપણાં બધાં જ હિસાબો પુરા થાય. આપણે જે પણ કઈ બીજાને આપ્યું છે, તે જ પાછું આવશે. એટલે જો આપણે ખુશી ખુશી એને સ્વીકારી લઈશું, તો આપણાં બધાં હિસાબો પુરા થઈને આપણે પણ ‘શિવ સ્વરૂપ’ બની જઈશું.
Related Links-
ભગવાન ગણેશને મળ્યું હાથીનું મસ્તક (માથું)
Video on Worshipping Lord Shiva