જય સચ્ચિદાનંદ મિત્રો,
આપણા મમ્મી-પપ્પા અને દાદા-દાદી આપણને ઘણી વખત અમુક વસ્તુ કરવાની ના પડતા હોય છે. “તું આવું કરીશ તો તને પાપ બંધાશે! તું આવું કર તો તને પુણ્ય બંધાશે !”
મિત્રો, તમને થતું હશે ને કે આ ‘કર્મ’ એ શું છે? ચાલો આપણે એનો અર્થ સમજીએ.
પાપ અને પુણ્ય શું છે?
દાદાશ્રી કહે છે કે, તમે કોઈ પણ જીવને દુઃખ અથવા ત્રાસ આપો, તો પાપ કર્મ બંધાય.
અને જો તમે કોઈ પણ જીવને સુખ આપો તો પુણ્ય કર્મ બંધાય.
પાપ ક્યારે બંધાય:
· જ્યારે કોઈની વસ્તુ લઈ લેવાનું મન થાય.
· આપણે આપણા મમ્મી-પપ્પા, ટીચર અને દોસ્તોને જુઠું બોલીએ.
· જયારે આપણે કોઈ જીવને દુઃખ આપીએ – ખાસ કરીને જ્યારે આપણે જીવ-જંતુને મારીએ અથવા માંસાહાર કરીએ.
જ્યારે આપણે બીજાને છેતરીને અને ભેળસેળ કરીને પૈસા કમાવવા જઈએ.
પુણ્ય ક્યારે બંધાય:
· જ્યારે આપણે આપણી વસ્તુ બીજાને આપીને મદદ કરીએ.
· આપણે આપણા મમ્મી-પપ્પા, ટીચર અને દોસ્તોને સુખ આપીએ.
· વડીલો અને ગુરુની સેવા કરીએ.
· ગરીબ અથવા જરૂરીયાતવાળાને ખાવા-પીવાની, દવાની કે રહેવાની સગવડ કરી આપીએ.
પુણ્ય કેવી રીતે વધે ?
બીજાને મદદ કરવાથી, પરોપકાર કરવાથી.
આપણા મન વચન અને કાયા જ્યારે બીજાના ફાયદા માટે વાપરીએ ત્યારે.
પાપ કેવી રીતે ધોવાય?
પાપથી મુક્ત થવા દિલથી પસ્તાવો કરીને માફી માંગવી. જ્યારે આવી રીતે પ્રતિક્રમણ કરીએ તો પાપ ધોવાઈ જાય.
તો દોસ્તો, કંઈ પણ કરતા પહેલા ખૂબ વિચારજો અને ડાહપણથી કામ કરજો.

Related link
Magazine - Demerit-Merit Karma