વ્યક્તિઓને તેમના ગુણોથી ઓળખી શકાય છે. અમુક એવાં સારા ગુણો જે આપણે જાણીએ છીએ તે છે પ્રામાણિકતા, ઉદારતા, વિનય વિગેરે. પણ શું તમને ખબર છે કે, ‘નોબિલિટી’ (વિશાળ મનવાળું) પણ એક એવો ગુણ છે જે આપણામાં હોઈ શકે? ઉપરથી ‘નોબેલ પ્રાઈઝ’ નામનો એક સ્પેશીયલ એવોર્ડ છે જે દર વર્ષે એવાં લોકોને આપવામાં આવે છે કે, જેમણે માનવજાતિને ફાયદો થાય એવું કંઇક કામ કર્યું હોય.
નોબિલિટી વિશે આટલું વાંચ્યા પછી, આવો થોડું વધારે જાણીએ.
‘નોબિલિટી’ શું છે ?
દાદાશ્રી કહે છે કે, નોબિલિટી એટલે વિશાળ મનના થવું. પોતાની પાસે જે હોય તે બીજા માટે વાપરવું, સહેજ પણ વિચાર્યા વગર, એ નોબિલિટી કહેવાય.
નોબલ વ્યક્તિના ગુણો કયા ?
· બીજાનું સારું થાય તો હંમેશા તેને ગમે, એ બધાંના હિતનું વિચારે, ખાલી પોતાનું નહીં.
· જયારે એને કંઇક આપવાનો વારો આવે ત્યારે તે હંમેશા વધારે જ આપે, અને કંઈ લેવાનો વારો આવે ત્યારે હંમેશા પોતાના ભાગ કરતાં ઓછું જ લે, જેથી સામાને દુઃખ ન થાય.
આ બધું કેવું સારું લાગે છે ને ! કેટલું અદ્ભુત ! આપણે જીવનમાં સફળ થવું હોય તો નોબિલિટી બહુ જરૂરી ગુણ છે. નોબિલિટી વિશે અમુક માહિતી જોઈ લઈએ:
· કુદરતનો નિયમ છે કે, જેટલાં મોટા મનના થઈએ, એટલું વધારે આપણને મળે અને જેટલાં સંકુચિત (નાના) મનના થઈએ એટલું આપણને ઓછું જ મળે.
· બધાં લોકોમાં કંઇક ને કંઇક ગુણ હોય. જ્યારે આપણે બીજાના ગુણોની સાચા દિલથી કદર કરીએ, એને ‘નોબલ માઈન્ડ’ કહેવાય.
નોબિલિટીથી ઊલટું શું હોય ખબર છે ? ‘સંકુચિત માનસ’ સંકુચિત હોવું એટલે કે જ્યાં ને ત્યાં પોતાનો જ ફાયદો વિચારવો. આવી વૃત્તિ જેને હોય, તે પોતે તો દુઃખી થાય જ પણ બીજાને પણ દુઃખી કરે.

તો મિત્રો, તમને એવી ઉત્સુકતા થતી હશે ને, કે આ નોબિલિટીનો ગુણ આપણામાં કેવી રીતે આવે. તો ચાલો જોઈએ...
· જેમ જેમ આપણે બીજાની નોબિલિટી જોતા જઈએ અને એની કદર કરીને એવું વિચારીએ કે “હું પણ આવો થાઉં” તો ધીમે ધીમે સંકુચિત મન જતું રહેશે.
· નોબિલિટી કેળવવા માટે પહેલા પોતાની જાત બીજા માટે વાપરો. જેમ કે મમ્મી તમને શાક લેવા મોકલે તો તમે તમારા આડોશી-પાડોશીને પૂછીને જાઓ કે “ હું માર્કેટ જાઉં છું, તમને કંઈ જોઈએ છે?” આમ તમે બીજાને મદદ કરો, એમનું કામ કરી આપો, એને બીજા માટે પોતાની જાત વાપરી કહેવાય.

આમ આપણે જોયું કે જ્યાં નોબિલિટી હોય ત્યાં આપણે પણ સુખી હોઈએ અને બીજા પણ સુખી થાય.
નોબિલિટીનો જીવંત દાખલો છે ‘પૂજ્ય નીરુમા’. જે પણ એમની પાસે આવે એને સુખ આપવામાં એમણે પોતાની આખી જીંદગી વિતાવી.
તો દોસ્તો, તમારે પણ આ અદ્ભુત ગુણ કેળવીને ‘નોબલ વ્યક્તિ’ તરીકે ઓળખાવું છે ને ?
Related links-
Moral story - પોતાનું સુખ બીજા સાથે શેર કરવું
Akram Express - નોબિલિટી
Moral story - દિવાળી વિથ ડિફરન્સ