પ્રાર્થના

આપણે નાનપણથી ભગવાનને પ્રાર્થના કરીએ છે. બરાબર ને ? આપણે આપણાં મમ્મી-પપ્પા અથવા આપણાં શિક્ષકો પાસેથી પ્રાર્થના કરતા શીખ્યા હતા. પણ ક્યારેક આપણને પ્રાર્થનામાં ઊંઘ આવે અથવા ખાલી બબડી જઈએ.

ઘણી વખત આપણને પ્રાર્થના કરવાની હોય કે ભક્તિ માટે બેસવાનું હોય તો જાત-જાતના બહાના સુઝે. ખરેખર આનું કારણ સમયનો અભાવ છે, કે પછી કંટાળો ?

પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રાર્થનાનું ગુહ્ય વિજ્ઞાન આપ્યું છે અને કઈ રીતે પ્રાર્થનામાં રસ પડે એ પણ શીખવાડ્યું છે.

પ્રાર્થના ખરેખર શું છે ?

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, પ્રાર્થના એટલે વિશેષ અર્થની માંગણી કરવી તે.

પ્ર + અર્થના = પ્રાર્થના. અહીં ‘પ્ર’ એટલે વિશેષ ‘અર્થ’ની માંગણી કરવી તે. એનો એવો પણ અર્થ થાય કે આપણાં લક્ષને પહોંચવા માટે જે શક્તિઓ ખૂટતી હોય તે માંગવી.

 

પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે?

1.    વાયરલેસ વાતચીત !

જેમ આપણે ફોન ઉપર વાતો કરીએ છીએ, તેમ પ્રાર્થના એ પ્રભુને સીધો ફોન કરવા જેવું છે. આપણે આપણાં ગુરુ, મૂર્તિઓ અને ઈષ્ટદેવ પાસે શક્તિની માંગણી કરી શકીએ.

તમને પોતાની જેટલી ખામીઓ કે કચાશો દેખાય તેનું એક લીસ્ટ (યાદી) બનાવો અને પછી એ બધાંથી છુટવા માટે પ્રાર્થના કરો. જો જો, ધીમે ધીમે તમારી આ ખામીઓ દુર થઈ જશે. નાની નાની ખામીઓ તો પ્રાર્થનાથી તરત જ જતી રહેશે.

આ બધી ભૂલો ફરી ફરી થવાનું કારણ જ એ છે કે,આપણે પહેલા ક્યારેય એની માટે પ્રાર્થના નથી કરી. હવે પ્રાર્થનાથી, એ બધી ગાયબ (જતી રહેશે) થઈ જશે!
 

2.    વૈજ્ઞાનિક પ્રયોગ:

ખાલી શબ્દો બોલવા કરતા પ્રાર્થના કરવી એ વધારે અસરકારક છે. ખાલી શબ્દો એ બાર આની હોય તો પ્રાર્થના એ રૂપિયો છે.

આ પ્રાર્થના અજમાવી જુઓ: નવ કલમો

3.    પોઝીટીવ સંજોગ:

જ્યારે તમારો મિત્ર કે બહેનપણી માંદા હોય અથવા કંઈક વાગ્યું હોય, ત્યારે તેમની અંદર બેઠેલા પરમાત્માને પ્રાર્થના કરી જોજો. એનાથી તમારા મિત્ર કે બહેનપણીને દુઃખાવા કે તકલીફમાં પણ શાંતિ અને હિંમત રહેશે.

જેમ જેમ તમારી પ્રાર્થના વધારે ને વધારે પવિત્ર ભાવથી થશે, તેમ તેમ પ્રભુ સાથે તમારું કનેક્શન (ઋણાનુબંધ/સંબંધ) વધતું જશે.

પ્રાર્થના વિશે આ રસપ્રદ વિડીયો જુઓ અને પ્રાર્થનાનો પ્રયોગ જીવનમાં અપનાવો. 

આ વિડીયો પણ જરૂરથી જુવો. - Prayer to Jesus Christ

 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...