સિન્સિયારીટી

સ્કૂલમાં અને ઘરે, આપણને હંમેશા વડીલો કહેતા હોય છે કે, ધ્યેય સુધી પહોંચીને સફળ માણસ બનવા માટે આપણે ‘સિન્સિયર’ થવું પડે. પણ પ્રશ્ન એ થાય કે સિન્સિયર થવું એટલે શું ?

સિન્સિયારીટી શું છે ?

પરમ પૂજ્ય દાદાજી કહે છે કે, “સિન્સિયારીટી એટલે કોઈ પણ એક ધ્યેયને વળગી રહેવું, પોતાની જાતને છેતર્યા વગર” સિન્સિયર થવું એટલે પોતાની જાત પ્રત્યે નિષ્ઠા રાખવી.

આપણાં ધ્યેયમાં સિન્સિયર રહેવા માટે આપણો નિશ્ચય ખૂબ ખૂબ મજબૂત હોવો જોઈએ. ચાલો આપણે આ સિન્સિયારીટી વિશે આપણાં સૌથી વ્હાલા પૂજ્યશ્રી દીપકભાઈ પાસેથી શીખીએ.

દાદાજી હંમેશા પૂજ્ય દીપકભાઈને કહેતા કે “તારામાં સિન્સિયારીટી ગુણ બહુ ઊંચો છે. એ તને ઠેઠ મોક્ષે લઈ જશે.”

જ્યારે પૂજ્ય દીપકભાઈ દાદાજીને પહેલી વાર મળ્યા, ત્યારે પૂજ્ય નીરૂમાએ તેમને દાદાજીની વાણી લખવાનું કામ આપ્યું. સત્સંગમાં, પૂજ્ય દીપકભાઈ શાંતિથી એક ખૂણામાં બેસીને દાદાજીની વાણી લખતા. દાદાજીનો સત્સંગ કેસેટમાં રેકોર્ડ થવા લાગ્યો, ત્યાર પછી પણ પૂજ્ય દીપકભાઈ તેને સાંભળીને લખતા. જેમ જેમ વધારે લોકો આ લખવાની સેવા કરવા આવ્યા તેમ તેમ પૂજ્યશ્રી તેઓને પણ સેવામાં સામેલ કરતા ગયા. અને એ લોકો જો બીજી સેવામાં જોડાઈ જાય તો પૂજ્ય દીપકભાઈ એ લોકોનું ચાલુ કરેલું કામ એવી જ નિષ્ઠા અને સમર્પણતાથી પૂરું કરી નાખતા, જાણે પોતાનું જ હોય. દાદાજીની વાણી સાચવવામાં પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈની દ્રઢ સિન્સિયારીટીના કારણે જ આજે આપણી પાસે દાદાની બધી બુક્સ બનીને આવે છે.

મારે પણ એવું સિન્સિયર થવું છે! શું કરું ?

૧) એકદમ સ્ટ્રોંગ (દ્રઢ) નિશ્ચય રાખવાનો અને આપણાં ધ્યેયથી સહેજ પણ બેધ્યાન નહીં થવાનું.

૨) પોતાની જાતને સિન્સિયર રહો જેથી બીજાને પણ સિન્સિયર રહી શકાશે.

સિન્સિયર રહેવાના શું પરિણામ આવે?

૧) ભગવાન પાસે જવાનો મુખ્ય રસ્તો જ એ છે અને છેવટે એ મોક્ષે લઈ જાય.

૨) તમને દુનિયાની કોઈ વસ્તુનો ભય નહીં રહે.

૩) બીજાને સિન્સિયર રહેવાથી જ્યારે તમને ખરેખર મદદની જરૂર હોય ત્યારે એ લોકો તમને મદદ કરશે.

આજે આપણે નક્કી કરીએ કે બધી ચીજમાં સિન્સિયર રહીશું. બુદ્ધિને વચ્ચે ડખા કરવા નહીં દઈએ કેમકે, એ આપણને સ્વાર્થી બનાવે અને જ્યાં બહુ બધું માન મળે એવા કામો જ કરવા દે. સિન્સિયર રહેવાથી આપણે પોતાનો જ વિચાર કરવાને બદલે બીજાનો પણ વિચાર કરતા થઈએ.

Related Links:

Mythological story- ગૌતમસ્વામીની સિન્સીયારિટી

Magazine- Akram Express on Sincerity

 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...