રિસાવું !!!

ફ્રેન્ડ્ઝ, એવો કોઈ પ્રસંગ યાદ કરો જ્યારે કોઈ વાતથી દુ:ખી થઈને તમે બીજા સાથે વાતચીત કરવાનું બંધ કરીને તમારા રૂમમાં જઈને એકલા બેસી ગયા હોવ? એવો કોઈ સમય યાદ છે જ્યારે તમારા ધાર્યા પ્રમાણે ના થવાથી તમે ખરાબ મુડ સાથે મોઢું ચઢાવીને બધે ફરતા હતા? કોઈ એક્ટીવીટીમાં તમે માત્ર એટલા માટે ભાગ નહોતો લીધો કારણકે એમાં સૌથી પહેલો ચાન્સ તમને નહોતો મળ્યો? અથવા તો એવો કોઈ પ્રસંગ જ્યારે તમારી માંગણી(ડીમાન્ડ) પૂરી ના થવાથી તમે અકળાઈને ગુસ્સે થઈ ગયા હોવ?

ઉપરના બધા પ્રસંગોમાંથી, જો એક પણ પ્રસંગમાં તમે આવું વર્તન કર્યું હોય તો એનો અર્થ એ છે કે તમે આડાઈ કરો છો અથવા રિસાઈ જાવ છો. નાના હોય કે મોટા, દરેક વ્યક્તિ એના જીવનમાં એકવાર તો રિસાયા હોય જ !

રિસાવું એટલે શું? અને કેવા પ્રસંગોમાં રિસાઈએ છીએ?

રિસાવાનો અર્થ છે કે તમે કોઈ વ્યક્તિ કે પ્રસંગથી મનોમન ગુસ્સે છો. રિસાવું કે આડાઈ કરવી એ એક પ્રકારની જીદ છે. જેમાં માણસ બીજાની વાતને સાંભળ્યા વિના પોતાની વાત કે પોતાના મતને જ જડતાથી વળગી રહે છે.
એક નાનકડા મતભેદના કારણે પણ આડાઈ ઊભી થઈ શકે છે. જ્યારે આપણા ફ્રેન્ડ્ઝ સાથે ઝઘડો થઈ જાય ત્યારે આપણે એમની સાથે વાતચીત કરવાનું જ બંધ કરી દઈએ છીએ.

જ્યારે આપણે આડાઈ કરીએ છીએ ત્યારે શું થાય છે?

• ડીનરના સમયે જ્યારે આપણને ખબર પડે કે મમ્મીએ આપણા કહ્યા પ્રમાણે આપણી ચોઈઝની આઈટમ નથી બનાવી ત્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. આપણે રિસાઈ જઈએ છીએ અને જમવાની જ ના પાડી દઈએ છીએ ! એવા સમયે ઘરના બીજા લોકો શું કરશે? શું એ લોકો પણ એમનું જમવાનું છોડી દેશે?તમને એવું લાગે છે કે બીજા બધા આપણી રાહ જોઈને આખી રાત બેસી રહેશે? ના, એવું તો કોઈ ના જ કરે ને! એ લોકો એમનું ડીનર પતાવીને સૂઈ જશે. પરિણામે, તમારું ડીનર તો ગયું અને ભૂખ્યા પેટે સૂવું પડશે એ વધારાનું !

• જ્યારે તમારા ફ્રેન્ડ્ઝ રમતા હોય અને તમે રિસાઈ જાવ તો એ લોકો શું કહેશે? એ લોકો કહેશે કે, “એને રહેવા દો, આપણે બધા રમીએ!” એ લોકો તો મઝા કરશે પણ તમને મઝા કરવા નહીં મળે.

આમ જ સમય આગળ નીકળી જશે પણ તમે તમારી જીદના કારણે પાછળ રહી જશો. જો આપણે જીદ્દી બનીને રહીશું તો લોકો કહેશે કે, ‘એની વાત જ જવા દો!’ કોઈ આપણને ગણકારશે જ નહીં !

પૂજ્ય દાદાશ્રીના જીવનના એક પ્રસંગની ઝાંખી કરીએ

જોયું ફ્રેન્ડ્ઝ, આપણા દાદાશ્રી પાસે નાની ઉંમરમાં જ કેટલી અદ્ભુત અને ઊંચી સમજણ હતી. રિસાવામાં કોઈ ફાયદો તો નથી જ થતો અને આપણું સુખ પણ જતું રહે છે !

તો આજથી, રિસાવાની ખોટી આદત સામે આ નવી સમજણ વાપરીએ અને દાદાશ્રીની જેમ સ્ટ્રોંગ નિશ્ચય કરીએ કે રિસાઈને હવે નવી ખોટ ખાવી નથી અથવા તો જીદ કરીને આપણે આમાંનું કંઈપણ ગુમાવવું નથી;

• આપણો સમય
• આપણો આનંદ
• આપણી એક્ટીવીટીઝ(પ્રવૃતિઓ)
• આપણું ખાવાનું
• બીજા માટે આપણા દિલમાં રહેલો પ્રેમ

 

Also watch videos on-  Sulking

Animated video-  Sulking...Benefit or Loss?