નવું વર્ષ ચાલુ થઈ ગયું! અને આ વર્ષનો પહેલો તહેવાર ઉજવવાનો સમય આવી ગયો ! હા, દોસ્તો જાન્યુઆરીની ૧૪મી તારીખે મકર સંક્રાંતિ છે! તમે બધાં ઉજવવા માટે રાહ જુઓ છો ને ! પણ ક્યારેય એવું વિચાર્યું છે કે, મકર સંક્રાંતિ શું છે? આખા દેશમાં કેવી રીતે ઉજવાય ? શા માટે ઉજવાય ?
મકર સંક્રાંતિ શું છે ?
મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ધરતીના ઉત્તર ગોળાર્ધ તરફ પ્રયાણ કરે છે અને વસંત ઋતુ ચાલુ થાય છે. ધીમે ધીમે ઠંડી જાય, અને લાંબા, ગરમ દિવસો થવા લાગે, રાત નાની થતી જાય. આવા સારા ફેરફારો મકર સંક્રાંતિના દિવસથી ચાલુ થાય છે.
મકર સંક્રાંતિ શા માટે ઉજવાય :
દાદાશ્રી કહે છે :
· પતંગ ઉડાડવી એ કંઈ મકર સંક્રાંતિ ઉજવવાનું મુખ્ય કારણ નથી ! આનંદ અને ઉલ્લ્હાસ સાથે સાથે, જ્યારે તડકામાં જઈએ ત્યારે વિટામીન D મળે, જે સ્વાસ્થ્યને ફાયદો કરે.
· જ્યારે સૂરજના કિરણો આપણી આંખોમાં પડે, તો આપણી આંખોના ઘણા બધાં રોગ મટી જાય
મકર સંક્રાંતિ આખા દેશમાં કેવી રીતે ઉજવાય છે :
ઉત્તર ભારત
ઉત્તર ભારતમાં સંક્રાંતિને ‘લોહરી’ તરીકે ઉજવાય છે. ડીસેમ્બર અને જાન્યુઆરી એ ઉત્તર વિભાગના સૌથી ઠંડા મહિનાઓ હોય છે. એટલે સંક્રાંતિની આગલી રાત્રે ગરમી માટે મોટા મોટા તાપણા સળગાવીને પરિવારજનો ભેગા થાય, અને તાપણાની આસપાસ નાચે.
આ તાપણા દર્શાવે છે કે, આગલા વર્ષમાં જે જે ના ગમતું બન્યું હોય તેને બાળીને નાશ કરી દઈએ. પછી શુદ્ધતા, જ્ઞાન અને સમજણ સાથે એક નવી શરૂઆતને આવકારીએ.

દક્ષીણ ભારત
દક્ષીણ વિભાગમાં, સંક્રાંતિને ‘પોંગલ’ તરીકે ઉજવાય છે. ૩ દિવસ ચાલતી આ ઉજવણીમાં ખેતીમાં મદદ કરવા બદલ ભગવંતોને ભક્તિ, કીર્તન અને પ્રસાદ ધરાવીને પ્રભુનો આભાર મનાય છે.
પશ્ચિમ ભારત
પશ્ચિમ ભારતમાં ‘ઉત્તરાયણ’ તરીકે ખૂબ ઉલ્લ્હાસથી ઉજવાય છે. નાના મોટા બધાં જ પતંગ ચગાવે અને અનેક સ્પર્ધાઓ યોજાય.
આ બધી ઉજવણી કેટલી રોમાંચક છે ને !

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણાં મગજ પણ આ રંગીન પતંગો જેવાં જ હોય છે. તમને તો ખબર જ હશે કે, સારી પતંગ આખો દિવસ ચગી શકે અને નબળી પતંગ તરત કપાઈ જાય અને જમીન પર પડે.
એવી જ રીતે પોઝિટિવ વિચારો આપણને ઊંચે લઈ જાય અને ઈચ્છાઓ પૂરી કરાવે. અને નેગેટીવ વિચારો આપણી પ્રગતિને અટકાવે.
તો દોસ્તો, આપણાં પોઝિટિવ એટીટ્યુડથી આપણી પતંગને ઊંચી ને ઊંચી ઉડાવીશું.
Related links
Moral Story - પતંગ ચગાવવાનો તહેવાર
Video - Importance of Makar Sankranti