ત્રિમંદિર

દોસ્તો, તમને શાંતિ ગમે છે? જ્યારે આપણે આપણા મિત્રો કે ભાઈ બહેન સાથે ઝગડા કરીએ ત્યારે શું થાય? ઘરમાં કોઈ જ શાંતિ ન રહે, નહીં? આવી જ રીતે જ્યાં સુધી જુદા જુદા ધર્મ વચ્ચે ઝગડા-ઝગડી અને મતભેદ હોય ત્યાં સુધી દુનિયામાં શાંતિ ન થાય! એક એવું મંદિર જ્યાં બધાને શાંતિનો અનુભવ થઈ શકે!

એક એવું ત્રિમંદિર આપણી પાસે જ છે! ચાલો ... આ ભવ્ય મંદિરની એક ભાવ યાત્રા કરીએ અને એના વિશે જાણીએ!

ત્રિમંદિર શું છે ?

આ મંદિરમાં ત્રણ ભગવાનો ની સ્થાપના એક સાથે થઇ છે. શ્રીસીમંધર સ્વામી, શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીશિવજી.

આ મંદિર કોઈ એક જ ધર્મ માટે નથી ! પરમ પૂજ્ય દાદા ભગવાને આધ્યાત્મિક ક્રાંતિ સર્જીને આ મંદિરની સ્થાપના કરી, જ્યાં ભારતના ત્રણ મોટા ધર્મોનો એક જ મંદિરમાં સમન્વય થાય છે.

 • કોઈ એક જ ધર્મનું આ મંદિર નથી(નિષ્પક્ષપાતી) અને તેથી જ એ બધા ધર્મોના મતભેદ ટાળે છે.
 • આ મંદિરની સ્થાપના કરવા પાછળ પરમ પૂજ્ય દાદાશ્રીનો એ જ હેતુ છે કે જ્યારે પણ લોકો આ મંદિરમાં આવે અને બધા જ ભગવંતોના દર્શન કરે, ત્યારે તેમનો ધર્મનો મતાગ્રહ દૂર થાય. આવા ત્રિમંદિર ઠેર ઠેર બંધાય, તો દુનિયામાં જરૂર સુખ અને શાંતિ ફેલાશે.

  ત્રિમંદિરમાં દર્શન કરવાથી થતા લાભ:

  • દેવી દેવોના આશીર્વાદ અને શક્તિઓ મેળવો.
  • નિષ્પક્ષપાતી ભાવ રાખીને દર્શન કરવાથી ધર્મના મતભેદ ટળે (મારા-તારી ન થાય).
  • આધ્યાત્મિક પ્રગતિ થાય – નિષ્ઠાથી દર્શન કરનારની બધી ચિંતા અને દુઃખો દૂર થાય. તેમની આત્મા સાક્ષાત્કાર અને મોક્ષ તરફ પ્રગતિ થાય.
 • દાદાશ્રીની ભાવના  

  પરમ પૂજ્ય દાદાશ્રીની એવી ભાવના હતી કે ૨૪ ત્રિમંદિર બંધાય. આજ સુધીમાં ૧૩ ત્રિમંદિર બંધાયા છે અને આ વર્ષે જામનગરમાં એક નવું એટલે કે ૧૪મુ બંધાઈ જશે તેમ જ દિવાળી પછી મુંબઈમાં પણ ૧૫મુ બંધાશે.

 • કોઈ પણ મંદિરમાં જઈએ ત્યારે કેવી રીતે પ્રાર્થના કરવી?

  દાદાશ્રી કહે છે કે મંદિરમાં ભગવંતોને પ્રાર્થના કરવી જોઈએ કે “

  વ્હાલા ભગવાન, તમે મારી અંદર બિરાજમાન છો, પરંતુ મને હજી આપની ઓળખાણ પડી નથી, હું અહીં આપના દર્શન કરું છું. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને મને રીત શીખવી છે અને હું તેમના માર્ગદર્શન પ્રમાણે આપના દર્શન કરું છું. આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી મને આત્મસાક્ષાત્કાર થાય.”