હાર્ટીલી વર્તન

ઘણી વખત આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે, “એ બધાનો વિચાર કરે છે” અથવા "તેઓ દિલના ખૂબ સારા છે". શું તમે ક્યારેય વિચાર્યું છે કે અહીં 'હૃદય' કે 'દિલ' નો અર્થ શું છે ? તે કંઈ મુઠ્ઠી જેટલું અંગ, જે આખા શરીરમાં લોહી પહોંચાડે છે તેની વાત નથી, પણ શુદ્ધ પ્રેમથી ભરેલાં, હૃદયપૂર્વક વર્તનની વાત છે! 
અને “હાર્ટીલી” વર્તવાનો અર્થ એ છે કે હૃદય હોવું, બીજાની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવું. “હાર્ટીલી” વ્યક્તિ પોતાના દુશ્મનના દુઃખ પુરા થાય એવું ઈચ્છે. 

તો ‘હાર્ટીલી’ કેવી રીતે બનવું ?
૧) હાર્ટીલી વ્યક્તિના વર્તનની પ્રશંસા કરો.

૨) પ્રખ્યાત સંતો (સદ્ગુણવાળા લોકો) ના જીવન પ્રસંગો જાણો, ધાર્મિક પ્રવચનો સાંભળો અથવા જ્ઞાનીનું નિરીક્ષણ કરો.
૩) હંમેશા પોતાના પહેલાં બીજાનો વિચાર કરો !
અને તમને ખબર છે ? હૃદયમાંથી આવેલા વિચારો, શબ્દો અને કર્મો તમને ભગવાન જેવાં બનાવે છે ! તમે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી શકશો ! તો ચાલો, શાળામાં, ઘરે અથવા બીજે ક્યાંય પણ, આપણે જેને મળીએ તે દરેક સાથે હાર્ટીલી વર્તવાનો પ્રયાસ કરીએ.

Related Links
Story - લોકોને મદદરૂપ થવાનો ગુણ
Videos - પ્રેમ, નીરુમા સ્વીટ મેમરી 
Magazines - હાર્ટીલી 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...