ખૂબ જ નાની ઉંમરથી આપણને ભગવાનને પગે લાગવાનું, પ્રાર્થના કરવાની અને દરરોજ પૂજા કરવાનું શીખવવામાં આવે છે. પણ ખરેખર આપણે તેમના વિશે શું જાણીએ છીએ ? ભગવાન ક્યાં મળે ? તેઓ ક્યાં રહે છે ?
આપણે અંદાજ લગાવીએ ?
હમ્મ...ઉપર આકાશમાં ? કોઈ મંદિરમાં ? અથવા શાસ્ત્રોમાં ?

તમે કહો છો કે તમે મંદિરમાં જોયું, તારાઓમાં શોધ્યું અને શાસ્ત્રોમાં પણ જોયું, છતાં તમને તેમાંથી કોઈ પણ જગ્યાએ ઈશ્વર મળ્યા નથી. તો ચાલો, એક પ્રયોગ કરીએ અને તપાસીએ !
જ્યારે તમે ટેબલને મારો, તો શું તેને દુઃખ થાય છે ? શું તે રડે છે ? ના ! બીજી તરફ, જો તમે તમારા ભાઈને મારો ? તો શું તે રડશે ? હા, તે તમને પાછો મારે અને તમે રડવા લાગો. તો તેનો અર્થ એ કે સુખ-દુઃખ, ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરેની અસરો માત્ર ત્યાં જ અનુભવી શકાય છે જ્યાં ઈશ્વર રહે છે.
તો ભગવાનનું સાચું સરનામું શું છે ?
પરમ પૂજ્ય દાદાશ્રીના કહ્યા પ્રમાણે, ભગવાન દરેક જીવંત પ્રાણીમાં રહે છે. તે તમારામાં, મારામાં, ગાયમાં, ઝાડમાં, જીવજંતુઓમાં વગેરેમાં છે. તે દરેકમાં છે.

ભગવાન કોઈ પણ માનવસર્જિત (મનુષ્યએ બનાવેલી) વસ્તુમાં નથી. દાખલા તરીકે, તમારું પેન્સિલ બોક્સ, બેગ, ગેમ્સ વગેરે બધું માનવસર્જિત છે.
દરેક જીવમાં એક આત્મા (ભગવાન) છે. બસ પેકિંગમાં ફરક છે. પેકિંગ (શરીર)નાં જુદાં-જુદાં પ્રકારો છે અને ભગવાન એ બધાની અંદર રહેલા છે !
તો આની પર વિચાર કરો...
શું આપણે કોઈ જીવને દુઃખ આપવું જોઈએ ?
દરેક જીવમાં ભગવાન રહે છે તે જાણ્યા પછી, શું તમે કોઈને દુઃખ પહોંચાડવા માંગશો ?
વિચારો અને નક્કી કરો !
Related Links
Video - God