પ્રમાણિકતા

ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિમાં ફસાઈ જવાય, કે જ્યાં આપણને એમ જ લાગે કે જુઠું બોલીશું તો જલ્દી ઉકેલ આવી જશે. તમે ક્યારેય એવી રીતે ફસાયા છો? પ્રશ્ન એ થાય કે જુઠું ન બોલવું એ જ પ્રમાણિકતા છે? કે પછી બીજું પણ કંઈ? આવો, આપણે પ્રમાણિકતાના અર્થ અને અપ્રમાણિકતાના પરિણામો વિશે જાણીએ.

શબ્દકોશ ખોલીને શોધશો તો ‘પ્રમાણિકતા’નો અર્થ એવો મળશે કે, “કપટ અને છલ રહિત હોવું”. એનો એવો પણ અર્થ થાય કે ‘સાચાબોલા, નિષ્ઠાવાન અને નિખાલસ હોવું.’

દાદાજી કહે છે કે,:-

• પ્રમાણિકતા એ સૌથી મોટો ધર્મ છે.
• પ્રમાણિકતા એટલે જે આપણું નથી એવી કોઈ પણ ચીજ આપણાં ઘરમાં ન આવે, જે આપણાં હક્કનું છે તેને માણવાનો અધિકાર છે.
• જ્યારે આપણે આપણી કોઈ વસ્તુ બીજાને આપીએ, તો એને ‘દેવ ધર્મ’ કહેવાય. પણ, માનવતા એટલે કે જે હક્કથી આપણું નથી, તે ન લેવું.

અપ્રમાણિક વ્યક્તિ કે જે બીજાને છેતરે અને લાંચ-રિશ્વત લેતા હોય અને પોતાનું ના હોય એવી ચીજો વાપરીને ખુશ થાય, એવાં લોકોને જાનવરનો અવતાર આવે.

દાદાશ્રી કહે છે કે, અપ્રમાણિકતા કરી હોય તેનો ઉપાય છે, માટે નિરાશ નહીં થતા!

• જ્યારે પ્રમાણિકતા રાખવાની તકલીફ પડે, ત્યારે અપ્રમાણિક વર્તન કર્યા હોય તેના દિલથી પસ્તાવા સાથે માફી માંગવાની.
• જ્યારે તમારે મજબૂરીમાં જુઠું બોલવું પડ્યું હોય, અપ્રમાણિક થવું પડયું હોય, ત્યારે તમારા ઈષ્ટદેવ પાસે આવી રીતે કબૂલ કરવું કે, “હે પ્રભુ! મારી ભૂલ માટે હું માફી માંગુ છું, મને ફરી આવી ભૂલો ન કરવાની શક્તિ આપો.”

આવો આપણે બધાં પ્રમાણિકતા કેળવવાનો નિશ્ચય કરીએ અને નીડર બની જીવીએ !