નિઃસ્વાર્થ સેવા

સેવા એટલે શું ?
"સેવા" એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ એવો છે થાય છે કે "નિઃસ્વાર્થ સેવા" અથવા કોઈ પણ પ્રકારનાં ઈનામ કે વળતરની અપેક્ષા રાખ્યા વગર કરવામાં આવતું કાર્ય. સેવા કરવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને સાથે સાથે સમાજ પણ સારો બને છે.

દાદાશ્રીનું જીવંત ઉદાહરણ - લોકોને મદદ કરવાનો ઉત્તમ ગુણ.

 

આપણે બીજાની સેવા શા માટે કરવી જોઈએ ?

•    દાદાશ્રી કહે છે કે, માનવ જીવનનો હેતુ બીજાની સેવા કરવાનો છે.
•    પરોપકારનું કાર્ય એ માનવ જીવનનું સર્વોચ્ચ કાર્ય છે.
•    દરેક વ્યક્તિમાં ભગવાન વસે છે, તેથી સૌની સેવા કરવી જોઈએ. 
•    મોક્ષના માર્ગે આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે સેવા જરૂરી છે.

શું તમે જાણો છો કે બીજાને મદદ કરવાથી હકીકતમાં આપણને લાભ થાય છે ? કેવી રીતે ?

•    દાદાશ્રી કહે છે કે, માનવ જીવનનો હેતુ બીજાની સેવા કરવાનો છે.
•    જો તમે કોઈપણ રીતે બીજાને મદદ કરશો, તો તમારા જીવનમાં કોઈ અવરોધ નહીં આવે.
•    જ્યારથી તમે બીજા માટે કંઈક કરવાનું શરૂ કરો છો, ત્યારથી જ સુખની શરૂઆત થાય છે.
•    દાદાશ્રી કહે છે, 'જે મારી સેવા કરે છે તેની જવાબદારી મારા પર આવે છે અને મારે તેને મોક્ષે લઈ જ જવો પડે.'
•    જ્યારે વ્યક્તિ મન, વચન અને કાયા (શરીર) નો ઉપયોગ બીજાની સેવા માટે કરે છે, ત્યારે તેની પાસે બધું જ હશે.
•    ભગવાન મહાવીર કહે છે, ‘તમારા મન, વચન, કાયા અને આત્મા (સાંસારિક સ્વરૂપ) નો ઉપયોગ બીજા માટે કરો. જો તો પણ તમને કંઈ દુઃખનો અનુભવ થાય, તો મને કહેજો.’
•    આપણને વડીલોના આશીર્વાદ મળે છે.

આપણે કોની સેવા કરવી જોઈએ ?

•    સૌથી પહેલી અને શ્રેષ્ઠ સેવા માતા-પિતાની છે. જો તમે તમારા માતા-પિતાને સુખ આપશો, તો તમને પણ સુખ મળશે.
•    જો તમે બીજાને મદદ (સેવા) ન કરી શકો, તો એ ધ્યાન રાખો કે તમે કોઈને દુઃખ ના આપો, પછી ભલે તેમણે તમને મુશ્કેલીમાં મૂક્યા હોય.
•    પ્રથમ સેવા માતા-પિતાની, અને પછી સેવા ગુરુની આવે છે.
•    સેવા જે માત્ર એક સમાજ માટે નહીં, પણ ભેદભાવ વગર આખી દુનિયા માટે કરે છે, તેને જગત કલ્યાણ (જગતોદ્ધાર) કહેવામાં આવે છે. અને આ કાર્ય સેવાનો ભાવ રાખીને, નવમી કલમ બોલીને  કરી શકાય છે.

આદર્શ સેવા શું છે?

 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...