ચોરી

ચોરી (કરવી)

ધારો કે તમારે ગમતી ચપ્પલ ખરીદવાની હોય અને તે માટે તમે પૈસા બચાવી રાખ્યા હોય. પણ રસ્તામાં જ એ પૈસા કોઈ ચોરી જાય તો તમને કેવું લાગશે? શું તમને ખુશી થશે કે તમને દુઃખ થશે? એ જ રીતે, આપણે જો કોઈની પાસેથી ચોરી કરીએ તો તેને પણ દુઃખ થાય છે.

 

વ્યક્તિ ચોરી કેમ કરે છે?

  • પૂર્વજન્મમાં, તે વ્યક્તિએ તેના મનમાં નક્કી કર્યું હશે કે 'હું વસ્તુઓ ચોરીશ અને ખુશ રહીશ.' પણ તે સમયે તે વ્યક્તિને ખબર હોતી નથી કે તે પાપ કરી રહ્યો છે.
  • સાચું જ્ઞાન અને તેનાં(ચોરીના) પરિણામોની સમજ ના હોવાને લીધે પણ વ્યક્તિ ચોરી કરે છે.

ચોરીના પ્રકારો

૧) ક્રિયાથી ચોરી

૨) વાણીથી ચોરી

૩) મનથી ચોરી/ મનથી ચોરી 

ચોરીના પરિણામો/ ચોરી કરવાથી શું થાય છે?

વ્યક્તિએ બે પગવાળા (મનુષ્ય)માંથી ચાર પગવાળી(પ્રાણી) યોનિમાં જવું પડે છે.

·         તમે ચોરી કરવાનું બંધ કરી દો પછી પણ, લોકો તમને ચોર તરીકે આરોપ લગાવ્યાં કરે.

·         કુદરતનો નિયમ એવો છે કે, ચોરાયેલી વસ્તુઓ આખરે આપણને ખુશીને બદલે દુઃખ જ આપે છે.

ચાલો, આપણી ભૂલ સમજીએ અને તેમાંથી પાછા ફરીએ

 ૧) જો કોઈ તમારું પાકીટ ચોરી લે તો તમને ગમશે? એ જ રીતે, તમે જેની પાસેથી ચોરી કરો છો તેને પણ દુઃખ થતું જ હશે ને?
૨) જ્યારે પણ તમને આવા કાર્યો યાદ આવે, ત્યારે તેનું પ્રતિક્રમણ કરો અને ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માંગો. પ્રતિક્રમણ કરવાથી, અભિપ્રાય બદલાઈ જાય છે કે 'ચોરી કરવી ખોટું છે' અને 'ચોરી ન કરવી એ જ શ્રેષ્ઠ છે'.

તો બાળકો, સારા સંસ્કારવાળા પરિવારના બાળકને ચોરી કરવી શોભે છે? વિચાર કરો!


Related Links

Moral Story - શું ચોરી કરવી સારી છે ?
Moral story - મહાત્મા ગાંધીજીની પ્રામાણિકતા
Magazine - ચોરી

 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...