અંબાલાલનો જન્મ



અંબાલાલ પટેલનો જન્મ ૭ નવેમ્બર, ૧૯૦૮ના રોજ વડોદરા પાસે આવેલા તરસાળી ગામમાં તેમના મોસાળમાં થયો હતો.

તેમના પિતા મૂળજીભાઈ અને માતા ઝવેરબા ગુજરાતના ચરોતર વિસ્તારમાં આવેલા ભાદરણ ગામમાં રહેતા હતા. તેઓ કૌટુંબિક, સામાજિક અને ધાર્મિક રીતે ખુબ જ સુંદર અને આગવી પ્રતિભા ધરાવતા હતા.

ઝવેરબાએ દીકરાના જન્મ પહેલા અંબા મા પાસે ઘી ના ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી જેના ફળ સ્વરૂપે ૮ વર્ષ પછી એમના ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેથી તેઓએ એનું નામ અંબાલાલ રાખ્યું. અંબાલાલ એટલે 'અંબા માં નો પુત્ર'. નાનપણથી જ અંબાલાલ ખુબ દેખાવડા અને મનમોહક હતા. એ જેટલા હોંશિયાર અને બહાદુર હતા એટલા મસ્તીખોર(ટીખળી) પણ હત

એક બાળક તરીકે અંબાલાલને એમની માતાની હૂંફ અને સામીપ્ય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઝવેરબાએ ઉત્તમ સંસ્કારોનું સિંચન કરીને અંબાલાલમાં ઉમદા ચારિત્રનું ઘડતર કર્યું હતું. જો યોગ્ય સંભાળ રાખવામાં આવે તો છોડ પણ સુંદર ખીલી ઊઠે છે!

ચાલો, આપણે અંબાલાલના જીવનના થોડા પ્રસંગો જોઈએ જેઓ પાછળથી 'દાદા ભગવાન'ના નામથી પ્રખ્યાત થયા અને જેમણે દુનિયાના લાખો લોકોને સુખ, સંતોષ અને આનંદમય જીવન જીવવાનો સાચો રસ્તો બતાવ્યો.