નાનપણથી જ ઊંડી આધ્યાત્મિક સમજણએક વાર એક જ્યોતિષ એમના(અંબાલાલના) ઘરે આવ્યા.

એમણે ઝવેરબાને કહ્યું કે એમનો દીકરો ખુબ ભાગ્યશાળી છે. એ ખુબ નામ અને પ્રસિદ્ધિ કમાશે.

જ્યોતિષે અંબાલાલના કલ્યાણ માટે ઝવેરબાને અમુક વિધિ કરાવવા કહ્યું જેનો ખર્ચ ૧૦૦-૧૫૦ જેટલો હતો. (ત્યારના ૧૦૦ રૂપિયાની કિંમત અત્યારના ૧૦૦૦ રૂપિયા જેટલી થાય).

નાના હોવા છતાં અંબાલાલ ખુબ સમજણવાળા હતા. એમણે પોતાની માતા અને જ્યોતિષને કહ્યું કે, “હું તો ભગવાનના ખાસ આશીર્વાદ (ભગવાનની ચિઠ્ઠી) લઈને જન્મ્યો છું. મારા કલ્યાણ માટે કોઈ વિધિની જરૂર નથી."

અંબાલાલમાં નાનપણથી જ એવી ઊંડી સમજણ હતી કે, "હું મારું ભાગ્ય લઈને આવ્યો છું અને એમાં કોઈ વ્યક્તિ કે વિધિ ફેરફાર ના કરી શકે.”