માતાએ આપેલ અહિંસા(ધર્મ)ની સમજણ



એમને માંકણ કરડતા હતા એટલે એમણે માતાને પૂછ્યું, “ઘરમાં માંકણ થયા છે. તમને નથી કરડતા?”

માતાએ જવાબ આપ્યો કે, “કરડે તો ખરા જ ને ! પણ માંકણ કંઈ ફ્જેટિયુ(ટિફિન) લઈને ખાવાનું માંગવા થોડા આવે છે કે, ‘અમને થોડું ખાવાનું આપશો?’. એ બિચારા તો પોતાના ભાગનું જમી લે અને પછી ચાલ્યા જાય. તેથી કંઈ આપણે એને મારવા જોઈએ?”

“આ જગતના કોઈપણ જીવને મારાથી કિંચિતમાત્ર પણ દુ:ખ ના હો” – એવો ભાવ અંબાલાલના દિલમાં જાગ્યો.

આ રીતે બહુ નાની ઉંમરમાં જ અંબાલાલને એમની માતા પાસેથી અહિંસાનો પાઠ શીખવા મળ્યો હતો.