સિક્રેટ સાન્તાજેનીલ: વાહ! આ ક્રિસમસમાં હું સાન્તા છું! મમ્મી: બેટા, આ તહેવારમાં આપવાથી કેવો આનંદ મળે છે ને !

જેનીલ: મમ્મી, ઝુંપડપટ્ટી બહુ ગંદી છે. મમ્મી: બેટા, આપવામાં સારા-ખરાબનો ભેદ ના રાખવાનો હોય.

જેનીલ: લે, આ તારા માટે છે.

શ્યામ: વાહ, આ કાર તો બહુ સરસ છે.

શ્યામ: આ કાર મને મળે તો કેવું સારું! હું મેઈન રોડની બાજુમાં એનાથી રમીશ. મારા બધા ફ્રેન્ડ્ઝ મારી પાસે આવશે અને વારાફરતી તેનાથી રમશે.

શ્યામ: અરે ! લગભગ બધા રમકડાં અપાઈ ગયા છે. બ્લુ કલરની કાર એ લઈ લેશે તો ? મને મળશે કે નહીં?

મમ્મી: લે, આ તુ લઈ લે, તને બહુ ગમે છે ને?

જેનીલ: મમ્મી, તે આ બ્લુ કાર પણ આપી દીધી ? એ કેટલી સરસ ચાલે છે. અને મારી ફેવરીટ પણ છે.

મમ્મી: જેનીલ, કોઈને આપી દીધેલી વસ્તુ પાછી માંગવી એ ખોટું કહેવાય. હવે, એ કાર એની કહેવાય. ચાલ, આપણે તારા માટે આવી જ બીજી કાર ખરીદીએ. જેનીલ: પણ એ કાર સાથે મારી યાદો જોડાયેલી છે.

જેનીલ: મમ્મી. જો, એણે મને પાછી આપી દીધી ! મને મારી કાર મળી ગઈ ! મારી બ્લ્યુ કાર ! મમ્મી: તું બીજા લોકો માટે સાન્તા બનીને અહીં આવ્યો હતો પણ લાગે છે કે એ તારા માટે સાન્તા બની ગયો ! આપીને પણ એ કેટલો ખુશ દેખાય છે !

જેનીલ: કદાચ આ જ આપવાથી મળતો આનંદ છે !