આપણાં જીવનમાં આપણને સારા અને ખરાબ બંને જાતના અનુભવો થાય. આના માટે થોડાક વધારે વિચારો કરવા લાગીએ તો આપણે ધીમે ધીમે નેગેટિવ તરફ જ જઈએ. પોઝિટિવ તરફ ઓછા લોકો જાય. દાખલા તરીકે, જ્યારે આપણે પરીક્ષાનું વાંચતા હોઈએ ત્યારે લગભગ બધાં ને એવાં વિચારો આવે કે, “મને વાંચેલું બધું યાદ રહેશે કે નહિ ?” પણ બહુ ઓછા લોકોને “મારાથી થઈ જ શકશે” “હું મારો ધ્યેય પૂરો કરીશ જ” એવાં વિચારો આવે.
આ બંનેપરિસ્થિતિમાં ખાલી આપણને જ આપણી અંદરના વિચારો ખબર હોય છે. શું તમે એવું અનુભવ્યું છે કે, જ્યારે તમે પોઝિટિવ વિચારતા હો, ત્યારે તમે ખુશ હોવ છો. અને જ્યારે તમે નેગેટિવ હોવ છો, તો તમને કંઈ કરવાની મજા જ ના આવતી હોય.
દાદાજીએ કહ્યું છે, “આપણે હંમેશા પોઝિટિવના પક્ષમાં જ રહેવું. આપણો પ્રયત્ન હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ માટે નેગેટિવ વિચાર આવે તો તરત જ અંદર આપણે પોઝિટિવ કરીને નેગેટિવિટીને જીતો.”

નેગેટિવના ગેરફાયદા:
1. એમાં બહુ સમય બગડે.
2. એનાથી મતભેદ અને ગેરસમજણ ઊભી થાય.
3. એનાથી આપણું સુખ અટકી જાય.
4. નેગેટિવ વિચારોથી આપણને એકલવાયું લાગે.
પોઝિટિવ હોવાના ફાયદા:
1. પોઝિટિવ વિચારવાથી આપણો આત્મવિશ્વાસ વધે.
2. આપણને શાંતિ રહે..
3. પોઝિટિવથી આપણાં બીજા લોકો સાથે સંબંધો મજબૂત થાય.
4. કોઈ પણ વસ્તુ કે કામ કરવાના અંતરાય (અવરોધ) તૂટે.
5. આપણી શારીરિક તંદુરસ્તી પણ વધે.
6. દાદાજી કહે છે કે, આપણી અંદર બધી જ શક્તિઓ છે. કોઈ કહે કે “મારાથી આ નહીં થાય” તો એવું જ બને. જ્યારે આપણે કહીએ કે “મને સારું નથી” તો વધારે જ નબળાઈ લાગે. પોઝિટિવમાં રહેલી શક્તિનો ઉપયોગ કરો અને કહો કે “મને બહુ જ સારું લાગે છે!’ અથવા “મારી તબિયત ખૂબ સારી છે.” તરત જ સારું લાગવા લાગશે.
7. કોઈ પણ સારી વસ્તુનું નેગેટિવ બોલવાથી, એ બગડતી જાય. અને ખરાબ વસ્તુ માટે સારું બોલવાથી, એ સુધરતી જાય. આવો છે પોઝિટિવનો પાવર!
તો ચાલો આપણે નક્કી કરીએ કે બધી જ વસ્તુમાં પોઝિટિવ જોઈશું અને નેગેટિવ નહીં બોલીએ.

Related links
Moral stories - પૉઝિટિવ દ્રષ્ટિ, સાચી મિત્રતા, ઈર્ષ્યાની આગ
Magazines - પોઝિટિવિટી, સેલ્ફ નેગેટિવીટી